બચાવ

(47)
  • 4k
  • 1
  • 1.3k

વાર્તા: બચાવ લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775 કાર્તિકે કાર ની સ્પીડ ધીમી કરી.રાત્રીનો 12.30 નો સમય અને મૂશળધાર વરસાદ,હાઇવે ઉપરની લાઈટો પણ બંધ અને ખાડા ટેકરા વાળો રસ્તો.રોડ ઉપર એક ફૂટ જેટલું પાણી આવી ગયું હતું.કાર્તિકને લાગ્યું કે હવે કાર ને સાઇડમાં ઊભી કરી દેવી પડશે. તેણે કારને એક ઝાડ નીચે ઊભી રાખી.બહાર તો નીકળી શકાય એમ નહોતું એટલે અંદર બેઠા બેઠા જ હવે શું કરવું તે વિચારી રહ્યો હતો.કદાચ કોઈ મોટી ગાડી નીકળે તો તેને અજવાળે રસ્તો કાપી શકાય એટલે હવે રાહ જોઇને ઊભા રહેવા સિવાય કોઈ આરો નહોતો.અહીં થી ઘરે પહોંચવામાં આશરે દસેક કિલોમીટર નું અંતર કાપવાનું બાકી