સ્નેહ, સારવાર અને ચમત્કાર

  • 2.9k
  • 649

સુર્ય આથમતો હતો.ત્યાં જ ગાયોનું ધણ પોતાના ગમાણમાં જઈ રહ્યું હતું, ખેડુતો ઘરે જતાં હતાં.ચકલીઓ પોતાના માળામાં જઈ રહી હતી.પ્રકૃતિની સૌંદર્યતા ધરાવતું પાટણ જિલ્લાના ચાણસ્મા ગામના હાઇવે, પર સંધ્યાકાળનાં સમયે એક ગાડી મહેસાણા જવાં નીકળી.ખૂબ જ ઝડપની ગતિએ કાર દોડી રહી હતી." "કારમાં બેઠેલા લક્ષ્મણભાઇનો ચહેરો ચોરસ હતો.સૂર્યનાં તડકામાં તેમની ચામડી ઘઉંવર્ણી થઈ ગઈ હતી. તેમની ઊંચાઈ આશરે છ ફૂટ હતી. અંગ પર આછા વાદળી રંગની સફારી પહેરી હતી. તેમનું વ્યક્તિત્વ રૂઆબદાર,પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી." "લક્ષ્મણભાઇની પત્ની વર્ષાબહેન પણ દેખાવે ઘઉંવર્ણ હતાં. અંગ પર આછા બદામી રંગની સાડી પહેરી હતી. તે ખૂબ જ રડી રહ્યાં હતાં." "તેમનો આ