મહેકતા થોર.. - ૭

(15)
  • 3.6k
  • 1
  • 1.9k

ભાગ -૭ (આગળના ભાગમાં જોયું કે વ્યોમ તાબડતોબ ઉભો થઈ સીધો હોસ્પિટલ જવા નીકળે છે, હવે આગળ....) વ્યોમ હોસ્પિટલ પહોંચ્યો. એના પિતાની મોટર બહાર ઉભેલી જોઈ. વ્યોમને લાગ્યું કે હવે તો મરી ગયા જ સમજો. શું કર્યું હશે આ ડોબા રઘલાએ ? મનોમન ગુસ્સો કરતો વ્યોમ સીધો જ એના પિતા બેઠા હતા ત્યાં જ ગયો. પ્રમોદભાઈના ચહેરા પર પહેલી વખત આટલો ગુસ્સો વ્યોમે જોયો. બધા ઓફિસમાં બેઠેલા હતા. ને રઘલો નીચે જોઈને ઉભો હતો. વ્યોમે ગુસ્સામાં ઈશારો કરી રઘલાને પૂછવા ધાર્યું કે શું કર્યું તે, પણ રઘલો તો નીચે જોઈને ઉભો હતો તો વ્યોમ સફળ થયો નહિ. વાત જાણે એમ