વાઘ ની ભઈબંધી

(11)
  • 4.3k
  • 1
  • 1k

વાઘ ની ભઈબંધી ગામના પાદરે ખળખળ વહેતા પાણીમાં ઉગતા સૂર્યના બાલ કિરણો સોનેરી પટ્ટા પાડતા હોય. પનિહારીઓ બેડલા લઈને આવજાવ કરતી પોતે પહેરેલ અવનવી જાતના રંગબેરંગી વસ્ત્રો થી નદીકાંઠે આવતી પનિહારી દેખાતી હોય. નવી ભાત પડતી હોય નદી કિનારે વિશાળ વેકરાના પટમાં ગામનું ધણ ધીરે ધીરે ભેળું થઈ રહ્યું હોય. જુદી જુદી દિશામાંથી દોડી આવીને ઉતાવળે ઉતાવળે ખળખળતું પાણી હોય. ગામની નાની નાની છોડીઓ છાંણ માટે ધણ વચ્ચે દોડાદોડ કરતી હોય. ગામના વડીલો ગામની ભાગોળે આવેલા ઘટાટોપ વડની વડવાઈઓ વચ્ચે ઓટલા ઉપર સુખદુઃખની વાતો કરતા હોય. સવારે, બપોરે, સાંજે ગામના લોકો ત્યાં ભેગા