મહાબળેશ્વરની એ ઢળતી સાંજ

(12)
  • 3.7k
  • 1
  • 970

સાંજનો એ સમય હતો, શિયાળાના દિવસો હોવાથી અંધારું પણ જાણે કે વહેલું થઈ ગયું હતું. હોટલની રૂમની બાલ્કનીમાં રેસ્ટિંગ ચેર પર બેઠો હું મારી સાંજની ગરમ ચા નો આનંદ લઈ રહ્યો હતો. આગંતુક રીતે આજે હું એકલો જ બેઠો હતો એટલે કોઈ ડિસ્ટર્બ કરે એવું સાથે નહોતું. કોઈ ખાસ કારણ થી નહીં પરંતુ રોજીંદી એ જિંદગી માથી થોડી નવરાશની પળોને ગોતી અમે નીકળ્યા હતા. લખવાનો એક શોખ હોવાથી, મારી પેન અને રાઇટિંગ પેડ મારી સાથે હતા. કોઈ ખાસ ટોપિક કે પોઈન્ટ હજી મળ્યા નોહતા કે જે મને લખવા માટે પ્રેરિત કરી શકે એટલે આસપાસ ની મારી કુદરતી સૌંદર્યની હું મજા