સ્વતંત્રતા

(29)
  • 3.7k
  • 2
  • 1.2k

ઉજ્જવલભાઈએ લાવણ્યા સામે કડક શબ્દોમાં એક શરત મુકી," તારે તારા મિત્રો સાથે ક્લબમાં ગરબા રમવા જવું હોય તો તું સાહિલ સાથે જ જઈશ. હું તને પહેલીવાર આમ બહાર મિત્રો સાથે ગરબામાં જવાની પરવાનગી આપી રહયો છું." સાહિલ લાવણ્યાનો પાડોશી હતો. બન્ને ફેમેલી ફ્રેન્ડ્ઝ હતાં. બાળપણથી સાથે જ રમી મોટાં થયાં હતાં પણ બન્નેના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો. સાહિલ એકદમ શાંત, સમજુ અને ઠરેલ છોકરો હતો. જમાના સાથે ચાલનારો પણ જમાનાની કુસંગતથી છેટો રાખનારો. એને સાચા-ખોટાની પરખ સારી હતી. લાવણ્યા એકદમ ચંચળ, બિનધાસ્ત અને મનમૌજીલી છોકરી હતી. કિશોરાવસ્થાની અસર એના વ્યવહાર વર્તનમાં ભારોભાર જોવા મળતી. એ હજી દુનિયાદારી સમજી શકે