મલ્હાર - ૧

(18)
  • 3.3k
  • 1.5k

આપણો ભારત દેશ વિકસિત દેશોમાં નો એક.. આમ જોઈએ તો આપણો દેશ વિકાસના પંથે છે.. દિવસે ને દિવસે અનેક પ્રગતિઓ સાધી રહ્યો છે.. પરંતુ આજે પણ ભારતના અમુક અંતરિયાળ ગામડાઓ એવા છે જ્યાં વિકાસનું નામોનિશાન નથી.. આજે પણ ભારતના અમુક ગામડાઓ એવા છે.. જ્યાં પરિવહનની કોઈ સગવડો નથી, પાણીની અછત છે.. વીજળીની અનિયમિતતા છે, આરોગ્ય, શિક્ષણ કે કૃષિ જેવી પાયાની કોઈ પણ અદ્યતન સેવાઓ પોહચી જ નથી.. આવા જ એક ગામોમાં નું એક ગામ 'દેવધરા' દેવધરા એટલે કુદરતના ખોળે બેઠેલું નાનું બાળક જ જોઈ લો ને.. રળિયામણું ચારેકોર લીલાછમ ખેતરો, ઘનઘોર ઘટાદાર વૃક્ષો, પહાડોમાં થી ખળખળ વહેતા ઝરણાં.. ખળખળ વહેતી નદીઓ.. ચારેતરફ