વિષાદ યોગ - પ્રકરણ - 50

(164)
  • 6.2k
  • 1
  • 4k

વિલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ ઉગ્યો હતો. તેની જિંદગીમાં કોઇએ અત્યાર સુધી તેને હાથ લગાવવાની હિંમત કરી નહોતી પણ આજે તેને એ રીતે જડપી લીધો હતો કે તે કંઇ કરી શકે એમ નહોતો. વિલીના પાવર અને પૈસાની અત્યારે કોઇ કિંમત નહોતી. તેને આ ક્ષણે એકદમ લાચારીનો અનુભવ થતો હતો. અત્યારે તેને તેના ભુતકાળમાં એવા ઘણા લોકો યાદ આવી રહ્યા હતા, જેની લાચારીનો પૂરો ફાયદો વિલીએ ઉઠાવ્યો હતો. માણસ ભલે બીજાને કહે કે હું તારી સ્થિતી અને દુઃખ સમજુ છું. પણ માણસ જ્યારે તે વ્યક્તિની સ્થિતી પર હોય ત્યારેજ તેને સાચા દુઃખની જાણ થાય છે. જ્યારે અનુભવ થાય ત્યારેજ ખબર