તમન્ના

  • 4k
  • 1.2k

તમન્ના, ખ્વાહિશ કે ઈચ્છા તૃપ્ત થાય તો જ જીવ્યા, બાકી ધક્કો.ઈચ્છાઓ ક્યારેય સંતોષાતી નથી. આપણે એક ઈચ્છા પૂરી થાય કે બીજુ ઘટતું શોધવા લાગીએ છીએ. ખરેખર શોધવાની જરૂર પણ પડતી નથી તૈયાર જ હોય છે. ઘણાં પ્રવચનો, સુવિચારો, કહેવતો વગેરેમાં મોહ માયા અને ઈચ્છાઓ તથા વસાનાઓની ગુચવણ અને એમાંથી છૂટવાના ઉપાયો આપેલા કે કહેવાયેલા છે. પણ શું જીવનનો મતલબ આ મોહ માયા કે ઈચ્છાઓની તૃપ્તિ બધું છોડી કહેવાતું સત્ય શોધવાનો છે.?સંસારમાં જન્મી સંસાર ત્યજીને સન્યાસ (!) ધારણ કરનાર સન્યાસીઓ, મહાત્માઓ, સાધુઓ આ બાબતે શિખામણ કે ઉપદેશ આપતાં બચી શકતાં નથી. ઉપદેશ, પ્રવચનો આપતાં આમના માંથી કોણે ખરેખર સંસાર છોડ્યો છે