મીઠી યાદ - 4 - છેલ્લો ભાગ

  • 3.5k
  • 1
  • 1.3k

ભાગ 3મા આપણે જોયું કે ઉદ્ધવજી દ્વારિકાથી શ્રીકૃષ્ણની આજ્ઞાનથી ગોકુલ આવ્યા છે .હવે ભાગ ૪ માં જોઈએ ગોકુળ ની હાલત અને રાધાજી ની હાલત. સખિ ઓ ઉદ્ધવજીને શ્રી રાધિકા પાસે લઈને આવે છે, કહે છે આ શ્રીકૃષ્ણના મિત્ર છે દ્વારિકા થી આવ્યા છે અને શ્રીકૃષ્ણનો સંદેશો લાવ્યા છે. રાધિકા ની નજર સામેના વૃક્ષ પર કિલ્લોલ કરતા પક્ષીઓના જોડલાઓ ની સામે હતી. રાધીકા એ આનંદિત પક્ષીઓને જોઈ રહ્યા હતા . કિલ્લોલ કરી રહેલા પક્ષીઓ નો આનંદ જોઈને શ્રી રાધા આનંદિત થતા હતા. તાજા ખીલેલા પુષ્પો પર ગુંજારવ કરી રહેલા ભમરાઓ પર હતી . તાજા ખીલેલા પુષ્પો ઉપરથી ઠંડો પવનનો સ્પર્શ વહેતો હતો .