વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-17)

(23)
  • 3.7k
  • 1.8k

પ્રકરણ – 17 અમે સાથે મળીને આ સુંદર દુનિયાને વધુ સજાવવાના હતા… પણ…. તે વીંધાઈ ગઈ… અવનીના તીરથી…. નાના વિસ્ફોટ સાથે તે ગાયબ થઈ ગઈ અને સોનેરી કણો હવામાં વિખેરાયા… મેઘધનુષ અદ્રશ્ય… હું એમ જ ઊભો રહ્યો… સ્વર્ગ પણ નહિ, નર્ક પણ નહિ… અવકાશ…. શૂન્યતા….. ***** “હવે જાગવું પડશે, વેદ!” જાણીતા અવાજે મને જગાડ્યો. કોઈકે મને ઢંઢોળ્યો. હું ઊંધો સૂતેલો છું. માથું ડાબી તરફ ફેરવેલું છે. મેં આંખ સહેજ ખોલી. સૂર્યનો સીધો પ્રકાશ આંખમાં પ્રવેશ્યો. આંખ બંધ થઈ ગઈ. જરા પટપટાવી. ખોલી. ઘણો નીચે ઊતરી આવેલો સૂર્ય બારીમાંથી પ્રકાશ ફેંકી રહ્યો છે. મારી મડખે કોઈક સૂતેલું છે. અલબત્ત, તે વ્યક્તિ