વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-16)

(23)
  • 2.6k
  • 1.1k

પ્રકરણ – 16 બારણામાંથી તેનો પ્રવેશ…. કોનો? એનો… ગુઆન-યીન વૃંદાના ગાલ પરથી મારા હાથ પાછા ખેંચાઈ ગયા. ગુઆન-યીન તરફ પીઠ રાખીને બેઠેલી વૃંદાને નવાઈ લાગી. અમને જોઈને મૅડમ ઉકળી…. એક હાથે તેણે વૃંદાના વાળ પકડ્યા અને પાછળની તરફ જોરથી ખેંચ્યા. વૃંદા પાછળની તરફ ખેંચાઈ. તેને પકડવા માટે મેં હાથ લંબાવ્યા. તે પલંગ પરથી નીચે પટકાઈ… ઊંધી ગુલાંટ ખાઈને ફટાક કરતી ઊભી થઈ ગઈ… અણધાર્યા હુમલાનો પ્રતિકાર કરવા માટે સજ્જ થઈ… ‘મૅડમ!’ ગુઆન-યીનને જોઈને ઠરી ગઈ. “એય…” વૃંદા પડી એ વખતે મારાથી ગુઆન-યીનને બોલાઈ ગયું. ગુઆન-યીનની અર્ધવર્તુળાકારે વીંઝાયેલી લાત મારા લમણાં પર વાગી. પલંગ પરથી હું સખત રીતે નીચે પટકાયો. વૃંદા