અમારી સોસાયટીમાં અમે સાત બહેનપણીઓ. અમારી દરેકની ઉંમરની વચ્ચે એક બે વરસનો તફાવત હતો. અમારા સાતમાંથી મને દીક્ષિતા સાથે સારું બનતું. અમારી ઉંમર પણ સરખી. મારી અને દીક્ષિતાની મિત્રતા 'જય-વીરુ' ટાઇપની હતી. બાળપણથી અમે અમારી ટોળકીનું નેતૃત્વ કરતાં, એ કપ્તાન અને હું ઉપકપ્તાન જ સમજી લો. કોઈપણ નિર્ણય અમારી સહમતી વગર ન થતો. અમે સાતેય અમારી સોસાયટીનું દરેક કામ કરતાં અને અમારા સોસાયટીના કોઈ પ્રસંગમાં અમે સાતેય બાળકીઓ અગ્રેસર હોય, નાના અને મોટા દરેક કામો અમારા ભાગે આવતાં. શાળાકાળથી લઈને હાઈસ્કુલમાં અને પછી કોલેજમાં પણ મારો ને દીક્ષિતાનો અભ્યાસ સાથે થયો હતો. અમારા બન્નેની મિત્રતા દિવસે અને દિવસે ઘનિષ્ઠ થતી