1.એકલો અટુલો હું ઝાંખો પડયો. .. સમય, તારાં ચક્રો ઊંધાં ફેરવ. મારી અદમ્ય ઈચ્છા છે કે તને પહેલા થંભાવી દઈ ત્યાંથી મારી જીંદગી ફરીથી જીવી લઉં. મારા ગમતા ગીતની અંતિમ કડી જીવી લઉં. જીવવી જ પડશે. બીજાઓને જીવાડવા. કેમ? ચાલો, કહું.મને મારામાં, મારી શક્તિઓમાં ભરપૂર વિશ્વાસ છે. પરંતુ અત્યારે તો માત્ર એક આશાના તાંતણે બેઠો છું કે કઈંક એવું બને જેથી જગતને મારી શક્તિઓ પર વિશ્વાસ બેસે. કેટલા વખતથી હું અહીં એકલો અટૂલો પડયો છું? સ્થળ, કાળ બધામાં હું ખોવાઈ ગયો છું, સમુદ્ર સામે જોતો એમાં ડુબવાને બદલે કાળની ગર્તામાં ડૂબી ગયો છું.સમય, તું કેટલો વહી ગયો એ ખબર નથી.