મનોવ્યથા

  • 3.2k
  • 738

હું ઘઉંવર્ણી, થોડી શ્યામ, મારા આખા કુટુંબમાં હું સૌથી દેખાવમાં નબળી, બધા જ લોકો હું જાગતી હોય ત્યારે "કાગડી" "કાળકા માતા","કાળી બાઇ" જેવા શબ્દોથી જ મને બોલાવે અને મારું આત્મ વિશ્વાસ તોડી-મરોડી નાખે. જો મે કાળા કપડાં પહેર્યા હોય તો તેઓ મને ચીડવે કે કાળી એ કાળું પહેર્યું, જો સફેદ કપડાં પહેરું તો કહેશે કે 'ચેસબોર્ડ'આવ્યું, જો પીળા કપડાં પહેરું તો કહેશે કે ટેક્સી આવી, રાખોડી કલરના કપડાં પહેરું તો કહે કે સ્મશાનની રાખ. બધા ને એમ જ કહેતાં કે અમારે તો રોજે રોજ ભૂત જોવાનું. તેમ મને ખૂબજ હેરાન પરેશાન કરતા અને વિકૄત આનંદ લેતા. મારા સ્કિન કલર ને