રહસ્યનું રહસ્ય!

  • 4.8k
  • 1.3k

વત્તે - વત્તે, વત્તા. ઓછે - અોછે, વત્તા. વત્તે - ઓછે, ઓછા. ઓછે - વત્તે, ઓછા.પાંચમાં ધોરણમાં અમારાં ગણિતના શિક્ષકે એમને આ ગાણિતિક સિદ્ધાંત સમજાવ્યો હતો. આજે પણ શબ્દશ: યાદ છે. વિજ્ઞાન અને ગણિત વિષય સૈધાંતિક વિષયો છે અને એક બીજાનાં પૂરક છે. ગણિત વગર વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો તારવી શકતાં નથી એવી જ રીતે વૈજ્ઞાાનિક દ્રષ્ટિકોણ વગર ગાણિતિક સંકલ્પના સિદ્ધ થતી નથી.વર્ષ ૨૦૦૬ માં એક પુસ્તક પ્રકાશિત થયું જેનું નામ છે "the Secret." આ પુસ્તક એ જ શીર્ષક વાળી એક ફિલ્મના બાદમાં લખાયું છે. આ ફિલ્મ પણ ૨૦૦૬માં આવી હતી. પુસ્તકનાં લેખક છે રોંડા બર્ન (Rhonda Byrne). આ પુસ્તકની ત્રણ કરોડ પ્રતો વેચાઈ