વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-15)

(23)
  • 2.5k
  • 936

પ્રકરણ – 15 “મારી મનોદશા કદાચ તને નહિ સમજાય, વૃંદા. કારણ કે તું તારી ઊર્મિઓને દબાવી દે છે. કારણ કે તેં કદી કોઈનેય પ્રેમ કર્યો નથી.” તે વીજળીવેગે ઊભી થઈને મારી નજીક આવી અને ખેંચીને એક લાફો મને વળગાળી દીધો….. બરાડી- “કર્યો હતો પ્રેમ…. ત્રણ વર્ષ પહેલાં…” “કોને?” “તને…” સન્નાટો….. તે મારી બાજુમાં બેસી પડી… હું ચૂપ… તું ચૂપ…. ને ત્રીજું કોઈ છે નહિ. નિરવતા…. તને અને મને વીંટળાઈ વળેલી નિરવતા. મૌન…. શાંત નથી એ… ઢંઢોળી રહ્યું છે મને… ને તને પણ, કદાચ. કંઈક શોધી રહ્યું છે તારામાં, જે મારે જોઈએ છે… ને કંઈક શોધીને મારામાંથી આપવા માંગે છે તને.