બાળપણ નાની ના ત્યાંનું

  • 6.8k
  • 2.1k

દિવાળી નું વેકેશન ચાલતું હતું, અમે બધા મામા નાં ત્યાં ગયા હતાં, હવે બધાને ખબર નાની ત્યાં જઈએ એટલે ભરપૂર ખાવા નું, રમવાનું અને સુવાનું બીજું કંઈજ કામ ન હોઈ, બસ તેવું જ રોજ નાં જેમ ખાઈને બેઠા હતાં,અને નાની ની રાહ જોતા હતાં, કારણકે જ્યાં સુધી નાની નાં અટકતા અટકતા અવાજ થી અટક્યાં વગર ની વાર્તા જ્યાં સુધી ન સાંભળ્યે ત્યાં સુધી ઊંઘ ન આવતી અમને.. નાની ઘરનું કામ પતાવી અમારી પાસે આવ્યા, હું, મારી બહેન, મારો મોટાભાઈ સાથે બેસી ગયા વાર્તા સાંભળવા. નાની :ઓય,તમે બંને મારી છોકરી ને હૈરાન જ કર્યા કરો, દિવ્યા આવી જા મારી પાસે, ચાલો બોલો તમે