મેકિંગ ઓફ દુશ્મન

  • 2.7k
  • 799

‘મેકિંગ ઓફ દુશ્મન’ ગુજરાતી નવલકથાઓ હંમેશા મારા વાંચનમાં અગ્રિમ રહી છે, પરંતુ ક્યારેક એ ન મળે (ત્યારે ડિજિટલ વાંચનનું અસ્તિત્વ નહોતું) તો હિંદી અથવા ઉર્દૂ સાહિત્ય દ્વારા આ તરસ છિપાઈ જતી. સુરેન્દ્રમોહન પાઠક, પ્રકાશ ભારતી અને અનિલ મોહનની અસંખ્ય નવલકથાઓ વાંચી અને માણી છે. એ સમયે ‘મેહકતા આંચલ’ નામનું એક ઉર્દૂ મન્થલી (ભાષા ઉર્દૂ- લખાણ હિંદી) મારી બહેન લાવતી હતી. આજની સાસુ-વહુની સિરિયલોની જેમ એમાં પણ મોટાભાગે એક જ ઘરેડની ટૂંકી વાર્તાઓ આવતી! ગુજરાતી-હિન્દી ન મળે તો છેવટે એનાથી પણ ટાઈમપાસ કરી લેતો હતો! જોકે કેટલીક વાર્તાઓ ખૂબ સરસ રહેતી, અને ખાસ તો નાના ટુચકાઓ અને જોક્સ જોરદાર