પૂછીને થાઈ નહીં પ્રેમ...

(22)
  • 3.5k
  • 879

કોલેજના પહેલા દિવસે જ જ્યારે સંયમે સોકોલ્ડ સોફેસ્ટિકેટ સ્ટુડન્ટ્સની જમાત વચ્ચે પાણી પીવાના નળ પર ખોબો ધરી પાણી પીધાં બાદ નિર્દોષ અદાથી પોતાની લટ સરખી કરતી શ્રાવીને જોઈ ત્યારે પેહલી વાર એને લાગ્યું કે પ્રેમ વિશેની બોલીવુડના પિક્ચરો જોઈ જોઈને ચવાઈ ગયેલી એની માન્યતાને કોઈ તાજો અર્થ મળ્યો. ઉંમરની જરૂરિયાત મુજબ ઉત્તપન્ન થયેલા હોર્મોન્સે શરીરમાં દિલ નામની જગ્યા પર ઍટ્રેકશન નામનું વાઈબ્રેશન ઉભું કર્યું. આજ સુધી એને ક્યારેય કોઈ છોકરી પ્રયત્ન કરવાથી પણ આટલી ગમી ન હતી, જેટલી શ્રાવી એને પેહલી જ વારમાં ૧૧ સેકન્ડ સુધી પાણી પિતા જોઈને ગમી ગઈ. પિક્ચરોમાં બતાવવામાં આવતી પ્રેમ