જીવનદાતા કે મૃત્યુદાતા

(19)
  • 3.3k
  • 766

ઘણાં વર્ષો પહેલાની વાત છે. હું દમણગંગાના સિંચાઈ વિભાગમાં એક સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. હું એમ તો અમદાવાદનો વતની હતો. પરંતુ મારી બદલી વલસાડમાં થઇ હતી એટલે વલસાડમાં હું મારા અન્ય સહકર્મચારી મિત્રો સાથે સરકારી ક્વાર્ટર માં રહેતો હતો. રજાનો દિવસ હતો એટલે બધાં મિત્રોએ ભેગા મળીને તિથલ ફરવા જવાનું નક્કી કર્યું. બધાં ભેગા મળીને તિથલ ગયા, ખુબ મજા કરી, ખાધું પીધું અને બધાં મળીને ક્રિકેટ રમવા લાગ્યા. હું ફિલ્ડિંગ કરી રહ્યો હતો, એવામાંજ મારા મિત્રએ એક જબરદસ્ત શૉટ માર્યો, હું ઝડપથી એ બોલ લેવા દોડ્યો, હું બોલ શોધતો