મારો શું વાંક ? - 8

(41)
  • 4k
  • 3
  • 1.9k

સવાર પડતાની સાથે રહેમતની આંખ ખૂલી ગઈ. ઈરફાન હજી સૂતો તો.... સૂઈ રહેલા ઇરફાનને રહેમત એકીટશે જોઈ રહી. ટીવીમાં ફિલમમાં જોયેલા ફૂટડા હીરો જેવો ઈરફાન એને લાગતો હતો. રહેમત નાહી-ધોઈને તૈયાર થઈ ગઈ અને પલંગ ઉપર રહેલા પોતાનાં ઓઢણાને લેવા આગળ વધી. નીચે સૂતેલા ઇરફાનને ટપીને ઓઢણું લેવા જતી રહેમત ધડામ સાથે ઈરફાન ઉપર પડી. શરીર ઉપર ધડામ સાથે વજન આવવાને કારણે ઈરફાન સફાળો ઊંઘમાંથી જાગી ગયો અને બોલવા લાગ્યો.... કોણ છે? કોણ છે?