મહેકતા થોર.. - ૫

(18)
  • 4k
  • 1.8k

ભાગ-૫ (આગળના ભાગમાં આપણે જોયું કે પ્રમોદભાઈ પોતાના ભૂતકાળમાં સરી પડે છે, એ અહીં સુધી કેમ પહોંચ્યા એ જોઈએ...) પ્રમોદ બપોર પછી લાકડા વેંચવા સ્મશાનની બહાર બેસે ને એની મા બળતણ વેચવા રસ્તા પર. અંધારું થાય એટલે બંને મા દીકરો ઘરે આવી હિસાબ માંડે. કરેલી મહેનત જેટલું તો વળતર મળે એમ જ નહતું પણ હા, બે ટાઇમનું જમવાનું થઈ જતું. જમવાનું ત્રણ ટાઈમ પણ હોય એ તો મા દીકરો ભૂલી જ ગયા હતા. રોજ પ્રમોદ સ્મશાન પાસે મૃત્યુનો મલાજો જોતો. એના માટે હવે આ બધું સામાન્ય હતું. સર્વ શોક, દુઃખથી એ પર થઈ ગયો હતો. લોકોના ચહેરા પરના ભાવો એ