નર્ક

(62)
  • 7.3k
  • 1
  • 2.9k

જનક પોતાની કારમાં ફેક્ટરી થી ઘરે જંગલના રસ્તે થી જતો હતો.... વરસાદ મન મૂકીને વરસી રહ્યો હતો.... વાદળોનો ગડગડાટ અને વીજળીનો તળતળાટ વાતાવરણમાં ડર ફેલાવતો હતો....જંગલ ખુબ અવાવરૂ અને સૂમસામ હતુ....જનક ઘણી વખત આ જંગલના રસ્તે થી ઘરથી ફેક્ટરી અને ફેક્ટરી થી ઘર આવ જા કરતો હોવાથી રસ્તો યાદ રહી ગયો હતો, આથી તે પુરી ઝડપથી કાર ચલાવતો હતો. તેના મનમાં ઘણા વિચારો દોડતા હતા. જનકના બીઝનેસ માં જ્યારે મોટો લોસ થયો હતો ત્યારે તેણે તેના પાડોશી પાસે થી મોટી રકમ ઉધાર માંગી હતી, જ્યારે રૂપિયા વપરાય ગયા ત્યારે તેના પાડોશી એ રૂપિયા પાછા લેવા તેના પર દબાવ કર્યો