સૌંદર્યા

(23)
  • 3.7k
  • 1
  • 1.1k

*સૌંદર્યા* (1) દિવાળી ટાણે રૂપા બેડરૂમમાં બેઠા બેઠા મોબાઈલમા મેસેજ જોતી હતી. એની ખાસ બહેનપણી નંદિતાનો મસ મોટો મેસેજ વાચવામાં મશગુલ હતી. એવુ શુ લખ્યું હતું? તેનો તાગ મેળવતી હતી .એને આખો મેસેજ વાંચ્યો ને અચાનક તડાક ઉભી થઈ. અરીસામાં જોઈ વાળ સરખા કરતી હતી. અરીસામાં રહેલ રૂપા જોડે વાતચીતના ચકડોળે ચડી ગઈ. અરિસામાંની રૂપા કહેતી હતી " હાય રૂપલી..કેમ તું તો બહુ ડંફાસ મારતી હતીઅને ગીત ગાતી હતી ને ! " મોહબ્બત રંગ લાતી હૈ મગર આહિસ્તા આહિસ્તા આહિસ્તા." કેવો રંગ લાવી તારી મોહબ્બતેં જોયું? જોયું હવે કિસ્મતે તને કયા મોડ ઉપર લાવીને મૂકી છે તે? વાહ !!! રૂપાની