રૂહીને એ પળ યાદ આવે છે જ્યારે તે અક્ષતને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેને કંઈ યાદ ન આવ્યું ને તેણે બધાની વચ્ચે હગ કરી દીધી એને. કોણ જાણે તેના મનમાં બહુ ખુશી થઈ રહી છે. અને જાણે તેના ચહેરા પર શરમના શેડા પડી ગયા. તેને હસવું આવી જાય છે. હા એને એમ હતુ કે ગઈકાલે જે કંઈ થયું એના માટે તેની મદદ મળશે પણ એના માટે તો એ વાત કરત તો પણ કદાચ તે ચોક્કસ મદદ કરત. પણ આવી હરકત ?? તેના મનમાં અક્ષત માટે જ્યારે તેઓ સાથે ભણતા હતા ત્યારથી એક કુણી સંવેદના હતી દિલના એક ખુણામાં...