હૃદયનો ભાર

  • 6.8k
  • 2.5k

“ખુશનસીબ હોતે હૈ, જિનકે પ્યાર કો પ્યાર મિલતા હૈ ” મનહરે ચાની ચુસકી લેતા કહ્યુ. “હા,નસીબદાર તો કહેવાય એવા લોકો.પણ કેમ તને પ્યાર ના મળ્યો? ” મારા આ પ્રશ્નથી એ થોડો ગૂંચવાયો ,શું કહેવું એ એને સમજાયું નહિ.મેં તરત બીજો પ્રશ્ન કર્યો "સાચે સાચ કહેજે, તું સુખી છે કે દુખી ?” આજ પહેલા અમારી વચ્ચે આવી કોઈ ચર્ચા થઇ નહોતી.લગભગ ૩૦ વર્ષમાં એ માંડ ૩-૪ વખત ફેમીલી સાથે ભારત આવ્યો હતો.ફોન પર અમારી વાતો થતી પણ આવી કોઈ ચર્ચા સ્વાભાવિક રીતે જ થઇ નહતી.રૂબરૂમાં હું એને આવો મુશ્કેલ પ્રશ્ન પણ પૂછી શકતો હતો એવી અમારી મિત્રતા હતી. ઘણા વર્ષો પછી એ મારા અમદાવાદ ના ઘરે સહકુટુંબ આવ્યો હતો.