સવાર પડી અને સૂર્યનાં કિરણો કૌશલનાં મોંઢે પડવાથી તેની ઉંઘ તુટી અને પહેલો વિચાર તેને રેવાનો જ આવ્યો. રાત્રીનાં અંધકારમાં તો જાણે વધું હિંમત આવી ગઈ હતી અને અસ્પષ્ટ વાતાવરણને કારણે કોઈ જાતની ચિંતા નહતી. પણ હવે દિવસ ઉગી આવ્યો છે. ભલે ગમે તેટલાં વાદ વિવાદો હોય પણ દુનિયાનો સામનો કરવો જ રહ્યો. કૌશલને ધીમે ધીમે નિદ્રામાંથી બહાર આવતાં વિતેલી રાતની એક એક વાત યાદ આવવાં લાગી. અને હવે માત્ર એક પ્રશ્ન કે રેવાનો જવાબ શું હશે ? જ્યારે રેવા સાથે સામનો થશે તો તેની પ્રતિક્રિયા શું હશે?... વધારેમાં એ અફસોસ કે રાત્રે રેવાનાં ખોળામાં