પ્રેમ કે પ્રતિશોધ - 43

(56)
  • 3.5k
  • 1.8k

પ્રેમ કે પ્રતિશોધ-43(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજયની યુક્તિ ગિરધરનો પર્દાફાશ કરવામાં સફળ રહે છે. તેઓ ગિરધરની આગળ વધારે પૂછ-પરછ કરી રહ્યા હતા.)હવે આગળ...“મેં કહ્યું તેમ એક વખત સેન્ડલ બદલ્યા, એક વખત એક ફોન કર્યો તો બસ..."ગિરધરે કરગરીને કહ્યું.“અને તને આ બધું કરવાનું કોણે કહ્યું હતું?"“સાહેબ એ હું નથી જાણતો."“મારા પ્રશ્નનો જવાબ આપ?"“હું જો નામ આપીશ તો એ મને જીવતો નહીં છોડે....એટલે આપને જે સજા આપવી હોય તે આપો..."“તું સીધી રીતે નહીં માને, સંજય આને પોલીસ સ્ટેશને લઈ જઈએ. પછી અર્જુન સર જ આની વિધિ કરશે"દીનેશે સંજયને ઉદ્દેશીને કહ્યું.“લોકઅપમાં સીધો દોર થઈ જશે, અને પોપટની જેમ બધું બોલવા લાગશે...."સંજયે