ડાર્ક મેટર (ભાગ-૩) - છેલ્લો ભાગ

(12)
  • 4.4k
  • 2
  • 1.3k

ડાર્ક મેટરભાગ-૩આપણું જૂનું અને જાણીતું દૃશ્ય બ્રહ્માંડ માત્ર ૫% પદાર્થનું જ બનેલું છે. લગભગ ૨૭% પદાર્થ ડાર્ક મેટર સ્વરૂપે અને લગભગ ૬૮% પદાર્થ ડાર્ક એનર્જી સ્વરૂપે બ્રહ્માંડમાં પથરાયેલો છે. આમાં ડાર્ક શબ્દ દર્શાવે છે કે જે-તે પદાર્થ કે ઊર્જા હજી આપણાથી અજાણી છે. ડાર્ક એનર્જી બ્રહ્માંડના વિસ્તરણને વધુ ને વધુ વેગવાન બનાવનાર રહસ્યમય ઊર્જા છે. આ ઊર્જા શૂન્યાવકાશ સાથે (કહો કે સ્પેસટાઇમ ફેબ્રિક સાથે) મૂળ ગુણધર્મ તરીકે જોડાયેલી હોય એમ જણાય છે. બ્રહ્માંડ વિસ્તરતું જાય છે અને છતાં એનાં મૂલ્યમાં કોઇ ઘટાડો થતો નથી. પરિણામે બ્રહ્માંડ વધુ ને વધુ ઝડપથી વિસ્તરતું જાય છે. આ વાત દર્શાવે છે કે કદાચ વિસ્તરણ