સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૮સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો સૌંદર્ય જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમકે, વાળને ખરતા અટકાવવા ડુંગળીનું તેલ અથવા ડુંગળીનો રસ વાળમાં નાખી શકાય છે. ડુંગળી વાળના વધારા અને વાળને ખરતાં અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કેટલાંક લોકો શેમ્પૂની પસંદગી ફીણના આધાર કરે છે, પરંતુ આ રીત ખોટી છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે શેમ્પૂમાં થતા ફીણના આધારે શેમ્પૂની ગુણવત્તા નક્કી નથી થતી. ખરેખર તો ઓછું ફીણવાળું શેમ્પૂ સારું હોય છે, કારણ તેમના નાના કણ વધુ તેલ અને મેલને કાઢે છે. શિયાળામાં હોઠને સુંદર રાખવા માટે દિવસ દરમિયાન દેશી ઘી લગાવી શકો છો. રાત્રે સૂતી વખતે ગ્લિસરીન, મધ અને ઘરે