બ્રેક વિનાની સાયકલ - અનાડીનું મુકામ ધોરણ નવ બ

  • 4.4k
  • 1
  • 1.4k

અનાડીનો મુકામ ધોરણ નવ-બ.શ્રીમતી આર.સી.એ.શાહ બોયઝ હાઈસ્કૂલના ધોરણ નવ-બ. સીધાસાદા સાહેબ ભણતાં હોય તો પણ જે ગૃપમાંથી વાંકી-ચૂકી કોમેન્ટ આવતી હોય. આમ તો અમારી હાઈસ્કૂલમાં બોયઝ જ આવતા, પરંતુ જે ગૃપની વાતોમાંથી ગર્લ્સની સુંદરતા હાઉકલી કાર્ય કરતી હોય... જે ગૃપમાંથી ફ્રી તાસ સમયે સૌથી વધારે બટા-જટી બોલતી હોય. એ ગૃપ એટલે જીજ્ઞેશ વ્યાસનું અને તેનાં દોસ્તારોનું ગૃપ. મને થતું કે અમારી બોયઝ હાઈસ્કૂલ આવા ‘અનાડી બોયઝ’ના લીધે બોયઝ હાઈસ્કૂલ છે.આ અનાડી દોસ્તે ગયા વર્ષે મારા હાથમાં તેની સહી સાથે પુસ્તક ભેટ ધર્યું. જેનું નામ હતું ‘અંતરધ્વનિ’. અંતરધ્વનિ એ લઘુવાર્તા સંગ્રહ છે. લટૂર પ્રકાશન છે. આવી વાર્તાઓને વિધ-વિધ સ્વરૂપે ઓળખે છે.