વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-10)

(26)
  • 3k
  • 3
  • 1.1k

પ્રકરણ – 10 હું સડાકાભેર ચા પી ગયો! રકાબી નીચે મૂકી. વૃંદાએ પ્રશ્નોનો પ્રહાર શરૂ કર્યા- “ભૌતિકવિજ્ઞાનમાં Ph.D. થયેલા વિજ્ઞાનીને ઘરનાં છાપરાં પર સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવાઈ પમાડે? પોતાના એક પણ સંબંધીને જાણ ન થાય તેવી રીતે ભમરાહ આવી ગયેલા વશિષ્ઠકાકા, સોલર-પ્લેટસ ઘરનાં છપરાં પર પાથરવાનો સામાન્ય વિચાર લાવેલા વિદ્યાર્થીને, પોતે ભમરાહમાં રહે છે એવું જણાવી દે? તમને આટલે દૂર બોલાવીને, તમે આવવાનાં હોય એ જ દિવસે, વશિષ્ઠકાકા ક્યાંક જતાં રહે? વિજ્ઞાન અત્યારે સૌર-ઊર્જાથી ચાલતી કાર બનાવવા લાગ્યું છે ત્યાં ભૌતિકવિજ્ઞાનના વિદ્યાર્થીને, એટલે કે તમને, ઘરનાં છાપરે સોલર-પ્લેટ્સ પાથરવાનો વિચાર નવીન લાગે છે?” છોતરાં વેરી નાખ્યાં! મેં આંખો બંધ કરી.