સાવકી માં

(32)
  • 3.8k
  • 4
  • 1.2k

*સાવકી મા* વર્ષો વીતી ગયા બાદ પણ હું જ્યારે પાછળ વળીને જોઉં તો એકજ શબ્દ મારા કાને હમેશાં અથડાયા કરે છે. "સાવકી મા"સાવકી મા બની ત્યારથી જ આ શબ્દ જોડે હું જાણે યુદ્ધ કરતી આવી રહી છું. સાવકી મા આજ મારી ઓળખાણ બની ગઈ છે. દરેક વખદે માના માતૃત્વની અગ્નિ પરીક્ષા આપવાની? માતૃત્વ સાબિત કરવાનું? જાણે મે બીજવર જોડે લગ્ન કરી બહુ મોટો ગુનો કર્યો હોય તેમ સમાજ મને ગુનેગારનો દોષારોપણ કરી મને કોર્ટના કઠડામા ઉભી કરી દે છે. મે કઈ ગુનો કર્યો જ નથી તો શું કામ હું મારી સફાઈ સમાજ આગળ કરું? મે કોઈ ચોરી ચપાટી કરી છે?