ગ્લેમર નહીં ગોબર છે, આ દાદીઓ શૂટર છેઆપણે ઘણી વખત જીવનની પચ્ચીસી વટાવી જઈએ અને કઈક નવું શરૂ કરવાની ઈચ્છા થાય, ત્યારે “હવે ઉંમર જતી રહી” એવું કહીને એ વિચારોને દફનાવી દેતાં હોઈએ છીએ. આ એક સહજ અસફળતા અથવા સહજ કાયરતા છે આપણી. પરંતુ નવીનતાને સ્વીકારવાની અને કંઈક કરી બતાવવાની કોઈ ઉંમર હોતી નથી. બસ, આસપાસનાં નેગેટિવ બરાડા સામે બહેરા બનવું પડે. હમણાં એક ફિલ્લમ જોયું, “સાંઢ કી આંખ” આ ફિલ્મ ક્યાંય પૂર્ણ થતું જ નથી. ફિલ્મ જ્યાં પૂરું થાય ત્યાં વિચારો શરૂ થઈ જાય. શૂટર દાદીઓની ખુમારી….આ પ્રકારના બાયોગ્રાફી ફિલ્મ બનવા જોઈએ અને હાલ તો અઢળક બને છે. બે