આયેશા

(19)
  • 2.8k
  • 5
  • 993

* આયેશા * વાર્તા... આજે કોલેજમાં ચહલપહલ અને ઉત્સાહ નો માહોલ હતો. ચારેકોર બધા ચર્ચા કરતા હતા કે આજની રમત ગમતમાં કોણ જીતશે. રમત ગમત ચાલુ થઈ જેણે જેણે ભાગ લીધો હતો એ ભાગ લેવા મેદાનમાં ઉતાર્યા. આયેશા નો વારો આવ્યો એણે ફૂલ રેકેટમાં ભાગ લીધો હતો. આયેશા ફૂલ રેકેટમા જીતી ગઈ. ઈનામ વિતરણ ચાલુ થયું જેનું જેનું નામ બોલાય એ સ્ટેજ પર જઈ ઈનામ લઈ આવ્યા. આયેશા નું નામ બોલાયું એ સ્ટેજ પર ગઈ. ઈનામ આપવા એક સામાજિક કાર્યકર જે એક મોટા વેપારી પણ હતા. એમણે આયેશા ને ઈનામ આપ્યું. આયેશા એમને ખુબજ ગમી ગઈ. સાદગી,નમણી અને રૂપાળી હતી.