ખાલી બેઠેલી અવની, જ્યારથી લગ્ન મુહર્ત લેવાના ત્યારથી જ આ ઘરની મેહમાન બની ગઈ હતી. ભાગમભાગ કરતા તેના સ્વજનો ને જોતા તેના મનમાં થી એક ચિત્કારો નીકળી ગયો. શું આ મારા જ લગ્નની ત્યારી છે! આખું ઘર રોશની થી ઝળહળતું હતું. કાલે જાન માંડવે આવશે અને હંમેશા માટે આ ઘરથી દૂર,આ શહેરથી દૂર ,તે એક નવા જીવનની નવી શરૂઆત કરવા ચાલી નિકળશે . સમય ભાગતો હતો . રાત ના દાસ વાગતા જ રોજ ની જેમ આજે પણ આકાશનો ફોન રણક્યો. "હાઈ બેબી, કેમ છે?" હંમેશા ની જેમ, આજે પણ આકાશે આરતી ના સમાચાર પુછતા કહયું. "બસ ફાઈન,તમારે "? તેને સામો