તિરસ્કાર - 6 - છેલ્લો ભાગ

(44)
  • 3k
  • 1
  • 1.4k

પ્રકરણ-6પ્રગતિ કોલેજમાં થી ઘરે આવી. એ રોજના નિત્યક્રમ પ્રમાણે હવન કરવા બેઠી. હવન પતાવી અને એ થોડી વાર આરામ ખુરશી માં આરામ ફરમાવવા બેઠી. એટલામાં એના ઘર ની ડોરબેલ રણકી. એણે દરવાજો ખોલ્યો. સામે વિરાજ ઉભો હતો. એને જોઈને પ્રગતિ ભડકી ઉઠી. એ બોલી, જો વિરાજ! તું ઓમ ની વકીલાત કરવા આવ્યો હોય તો મારે તારી એક પણ વાત સાંભળવી નથી. મેં પ્રિયા ને પણ કહ્યું હતું કે, હું એની કોઈ જ વાત સાંભળવા માંગતી નથી. તો પછી શા માટે વારંવાર તમે લોકો મને એની યાદ અપાવવા મજબૂર કરી રહ્યા છો?" મારા પર મહેરબાની કરો. પ્લીઝ. મારે નથી જાણવું કાંઈ પણ.