પહેલી નજરનો પ્રેમ: હોય ખરો? થાય ખરો? ટકે ખરો? – ૨

(17)
  • 3k
  • 6
  • 1.2k

આ આર્ટીકલ સિરીઝના પહેલા ભાગમાં આપણે એ સવાલનો જવાબ મેળવ્યો કે શું પહેલી નજરનો પ્રેમ હોય ખરો? જેનો જવાબ હા માં હતો. આ ભાગમાં આપણે બાકીના બે પ્રશ્નોનો ઉત્તર મેળવવાની કોશિશ કરીશું. તો બીજો સવાલ આપણો એ હતો કે શું પ્રથમ નજરનો પ્રેમ થાય ખરો? જો કે આ સવાલનો જવાબ આપણે મોટેભાગે પહેલા ભાગમાં મેળવી ચૂક્યા છીએ કે કોઇપણ પ્રકારના પ્રેમ થવા પાછળનું મૂળ કારણ આકર્ષણ હોય છે, પછી તે શારીરિક સુંદરતા હોય કે કોઈ અનોખી પ્રતિભા સામેવાળા પાત્રમાં હોય, પણ આ પ્રકારે પ્રેમ થઇ શકે છે. પરંતુ મૂળ મુદ્દો અહીં એ છે કે આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો ભેદ કેવી