જીંદગીની સફર

  • 1.7k
  • 1
  • 688

જીંદગીની સફર ભાગ-ર જય શ્રી કૃષ્ણ મિત્રો, વડીલો અને આદરણીય મિત્રો વર્ષમાં કુલ ૩૬૫ દિવસ હોય છે અને તેના અનુસંધાનમાં આપણે ૪૦ વર્ષનું આયુષ્ય ધારીએ તો કુલ ૨૫,૫૦૦ દિવસની ગણતરી થાય. આ ૨૫,૫૦૦ દિવસમાં દરેક દિવસની શરૂઆતથી અંત સુધીમાં કંઇક એવી ઘટના બનતી જ હોય છે, જે આપણા જીવનમાં સૌ-પ્રથમવાર બનતી હોય છે. આ દરેક ઘટનાનો મેળાપ થાય છે ત્યારે જીવન બને છે. ત્યારે આવી જ એક ઘટના હું તમારી સમક્ષ રજૂ કરવા માંગું છું. સોમનાથ મંદિરના પાછળનાં ભાગમાં ગાર્ડન હતો અને એકાદ-બે બાંકડા હતા. શિયાળાનો સમય હતો. દરિયાના મોજાની સાથે શિયાળાનો ઠંડો પવન પણ મંદિરની દિશામાં વહી રહ્યો હતો.