વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-8)

(31)
  • 3.9k
  • 1
  • 1.5k

પ્રકરણ - 8 “વૈદેહી...” હું બોલ્યો- “તારી સમસ્યાનું નિવારણ એ જગ્યાએ છે, જે જગ્યા વિશે તારા અને તારા પરિવાર સિવાય કોઈનેય જાણ નથી.” “શું કહ્યું?” “એવી કોઈ જગ્યા છે કે જેનાં વિશે તારાં ફેમિલી સિવાય કોઈનેય જાણ ન હોય?” “હા છે.” તે તરત જ બોલી- “એ અમારી-” “કેમ અટકી ગઈ?” મેં પૂછ્યું. “એ જગ્યા વિશે તને ન કહેવાય.” તે જરાય સંકોચ વિના બોલી- “ગુપ્તતા જાળવવાની છે. અત્યાર સુધી અમે કોઈનેય એ જગ્યા વિશે જાણ નથી થવા દીધી.” “પણ હું તો-” “અમારા પરિવારનો નથી.” તે બોલી ગઈ.... મને જરા લાગી આવ્યું. એક નિઃસાસા થકી હળવા થઈને મેં કહ્યું- “ભલે! પણ એ