" તારુ બેબી ને તું બને સુરક્ષિત છો પણ તે ત્યારે પોસિબલ બની શકે જયારે તું તારા ડરને ભગાવી અમારો સાથ આપી શકે. જો તું જ હારી જાય તો અમે તારા બેબીને કેવી રીતે બચાવી શકયે..!!!! " રવિન્દનો હાથ તેના માથા પર હતો ને સિધ્ધિ તેને સમજાવી રહી હતી. પણ રીતલનું ધ્યાન તેના વિચારો વચ્ચે ફગોળા મારતું હતું. થોડોક પણ રીતલનો સાથ મળતાં સિધ્ધિએ ઓપરેશનની શરુયાત કરી દીધી. ભાગમભાગ કરતા ડોક્ટરોની દોડધામ, બહાર ઊભેલા તેમના પરિવારની નજર, તેનાથી થોડાક દુર ઊભેલા રવિન્દનો ચહેરો તે જોઈ શકતી હતી. આખો સામે બધું તરવરી રહ્યુ હતું ને તે એક ખામોશ જિંદગીની નવી રાહનો