રામાયણ - પ્રથમ વિનમ્ર પ્રયાસ

  • 4.4k
  • 1.4k

સ્વર્ગસ્થ માતુશ્રીને ગર્ભથી જ રામાયણના સંસ્કાર આપવા બદલ સમર્પિત…રામાયણ. આ… હા… કેટલો ભવ્ય, દિવ્ય, પવિત્ર અને આદર્શ ગ્રંથ. શ્રી રામ ભગવાનનું ચરિત્ર પણ ઉત્તુંગ, મર્યાદા પુરુષોત્તમ અને આદર્શ. બહુ મનોમંથન કર્યું કે શું હું પામર માનવી ભગવાન શ્રી રામ વિશે કે મહાન ગ્રંથ રામાયણ વિશે કંઇ પણ લખવા યોગ્યતા ધરાવું છું? અંતે માતુશ્રી તથા માતૃપક્ષ તરફથી બાળપણથી મળેલા સંસ્કારો અને પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વિશ્વંભરદાસજી મહારાજની અસીમ કૃપાથી જીવનમાં રહેલ રામાયણ પ્રત્યેના પ્રેમ અને આદરના નાતે પણ કંઇક લખવાનું નક્કી કર્યું.પ્રભુ શ્રી રામનો મહિમા અપરંપાર છે. તેના વિશે ગમે તેટલું લખો ઓછુ જ પડે. પ્રભુનો મહિમા વર્ણવવા સંદર્ભમાં કહીએ