ભાગ-2 (આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ભવિષ્યનો ડૉક્ટર બનવા તૈયારી કરી રહ્યો છે, એની આગળની સફર જોઈએ....) ઘરે પહોંચતા જ વ્યોમ બરાડી ઉઠ્યો, "મમ્મી, દાન ધરમ થઈ ગયું હોય તો આ મારા પેટના જીવડાને પણ કંઈક જમાડ." કુમુદ બપોરની થાળી સજાવીને આવી. ડાઇનિંગ ટેબલ પર બંને મા દીકરો જમવા બેઠા. કુમુદનો આગ્રહ રહેતો કે જમવા બધાને સાથે જ બેસવું, પ્રમોદભાઈ વ્યસ્તતાને કારણે બપોરે તો નહીં સાંજે હાજર રહેતા. કુમુદ સ્વભાવવશ વ્યોમને જમવા બેસે ત્યારે સલાહોનો મારો ચલાવતી, ને એ સ્ત્રીની ખાસિયત એવી હતી કે કોઈને પણ લાગે નહિ કે સલાહ આપે છે, વાતચીત જ લાગે. આજે તો સમયસર જ