જાણે-અજાણે (32)

(54)
  • 5k
  • 2.6k

કૌશલની આંખો ભીની થઈ ગઈ. કૌશલ ગભરાવા લાગ્યો . કપાળે પરસેવો છૂટી ગયો અને શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. રચનાનાં ઘેર પાછાં આવવાનાં સમાચાર મળતાં કૌશલનું મન બીજી તરફ વળ્યું અને આ વાત અહીંયા જ છૂટી ગઈ. લગ્ન પછી રચના પહેલીવાર પોતાનાં ઘેર આવતી હતી એટલે તેનાં સ્વાગતની તૈયારીઓ પુરેપુરી હતી. રેવા, કૌશલ, અનંત, પ્રકૃતિ અને વંદિતા દરેકને રચનાની રાહમાં અધીરાં બની રહ્યા હતાં. રચનાને જોતાં તેને મળતાં જ એ ખુશી ઝલકી રહી જેમ વર્ષો બાદ પરિવારનાં સદસ્યને મળતાં હોય. પોતાની એક એક ક્ષણની વાતો કહેવાય રહી હતી અને રચનાની દરેક ક્ષણનો હીસાબ લેવાઈ રહ્યો હતો.