એકધઙી તો રીતલ તે ઘરને જોતી રહી. સાત મહિના પછી જયારે તેને આ ધરમાં પગ મૂક્યો તો તે ધરની રુપરેખા તેમની તેમ જ હતી. હા તેમા બદલાવ આવ્યો હતો કેમકે રવિન્દે આજે આ ધરને દુલ્હની જેમ શણગારયું હતું. " રવિન્દ આજે કંઈ છે આપણા ઘરે???? તે સમજી તો ગ્ઈ જ હતી કે આ તૈયારી તેના સ્વાગત માટે હતી પણ તે રવિન્દ પાસે જાણવા માગતી હતી. "થોડીકવાર રુક બધું જ સમજાય જશે" રવિન્દે તેનો હાથ પકડયો ને તે તેને અંદર લઇ ગયો ત્યાં જ દરવાજો ખુલ્યો. એકીસાથે ઊભેલા તેમના પરિવારને જોઈ રીતલની આખો ખુશીના આશુંથી છલકાઈ ગઈ. તે અંદર પગ મુકવા