ડાળને વાળો,બાળને નહીં- @ હસતાં રમતાં @રવીન્દ્ર પારેખએવું કહેવાય છે કે છોડને વાળો તેમ વળે,પણ આપણે તેને બધે જ લાગુ પાડીએ તો આપણે વળી જઈએ એમ બને.ડાળીને વાળીએ તેમ તે વળે એની ના નહિ,પણ સૂરજમુખીને સૂર્યથી વિરુદ્ધ વાળો તો તે બળવો કરે.વાળો તેમ વળે-એ વાત ઘણા બેવડ વળી ગયેલાઓને એવી ઠસી ગઈ છે કે ઘણાં માબાપો તેને પોતાનાં બાળકો પર અજમાવે છે ને એટલી પંચાત થાય છે કે પંચાયત બેસાડવી પડે.બાળકો ઈશ્વરનું રૂપ છે,પણ ઈશ્વરને વાળી શકાતો નથી એટલે બાળકોને ઇચ્છાનુસાર પેરન્ટસ વાળ્યા કરે છે.ખરેખર તો બાળકોની દેખરેખ રાખવાની હોય,તેને નજરમાં રાખવાનું ન હોય ,પણ બાળક જન્મે ત્યારથી તેને બધાં