દુશ્મન - 8

(21)
  • 3k
  • 3
  • 1.2k

પ્રકરણ - 8 હું અને મારો રૂમ. એક રીતે મેં જ આ ગોઠવણ નક્કી કરી લીધી છે, એમાં ન તો મમ્મી-પપ્પા દખલ કરે છે કે ન આસ્થા! હોસ્ટેલથી આવ્યા પછી તરત જ મેં મારો નવો રૂમ પકડી લીધો હતો. અત્યારે વેકેશન ચાલુ છે છતા પણ હું ભાગ્યે જ રૂમની બહાર નીકળું છું. જમવા માટે મમ્મી બોલાવે તો પણ હું કંઈક ને કંઈક બહાનું કાઢી મોડો પહોંચુ, એટલી વારમાં તો એ ત્રણેયે જમી લીધું હોય, પછી હું એકલો જમતો. થોડા દિવસ સુધી મમ્મીએ કકળાટ કર્યો કે ‘આશુ, તને શું થાય છે? તું કેમ આટલો ચેન્જ થઈ ગયો