પ્રેમ કે પ્રતિશોધ - 39

(79)
  • 4.2k
  • 4
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-39(આગળના ભાગમાં જોય ગયા કે રાધી ઊંઘવાના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી. પણ વિનયની યાદ એને કોરી ખાતી હતી, ટૂંકમાં એની આંખો સામે જાણે કે એનું ભૂતકાળ રિવાઇવ થતું હતું...)હવે આગળ.... એક તો કોલેજના વિદ્યાર્થીઓ અને બીજું વેલેન્ટાઈન ડે.... કૉલેજીયન્સ માટે વેલેન્ટાઈન ડે કંઈક વિશિષ્ટ જ હોય છે. તે દિવસે ઘણા બધા મન-મેળા થાય અને અમુક વિદ્યાર્થીઓના મન-ભંગાણ પણ થતા જ હશે!. સવારે કોલેજે જતી વખતે તો રાધીએ વિચાર્યું હતું કે આજ તો કદાચ વિનય એના મનની વાત કહી દેશે, પણ એવું બન્યું નહીં, વિનય કોલેજે તો આવ્યો પણ રાધીએ ધાર્યું હતું એવું કંઈ વર્તન કર્યું જ