અજાણ્યા દાદાનો પત્ર

(12)
  • 3.6k
  • 3
  • 1.5k

અજાણ્યા દાદાનો પત્ર જાન્યુઆરી મહિનાનો એ ત્રીજો રવિવાર હતો. શિયાળાની ઠંડીના એ દિવસો હતા. સવારે પૂર્વ દિશામાંથી સૂરજ વાદળોમાંથી ધીરે ધીરે બહાર આવી આકાશમાં ચારે તરફ પોતાની સોનેરી રોશની પાથરી રહ્યો હતો. ઘરની બાજુના બગીચામાં આવેલા લીંબડાના ઝાડ પર સવારના ઠંડા પહોરમાં કોયલ મીઠા ટહુકા કરી રહી હતી. રવિવારનો દિવસ હતો એટલે ઘરમાં પણ સૌ કોઈ મોડા ઊઠવાનું વિચારીને સુતા પડ્યા હતા. પરંતુ દાદીમા ઘરની બાજુમાં આવેલા બગીચામાંથી લાવેલા સરસ મજાનાં તાજાં ખીલેલાં રંગબેરંગી ફૂલોનો હાર બનાવી ભગવાનને અર્પણ કરીને મંદિરનો શણગાર કરી રહ્યાં હતાં અને ઠાકોરજીની પૂજા કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. સમય ધીરે ધીરે પસાર થતો